Tuesday, 24 January 2017

,

2017 January- Week 03

2017 જાન્યુઆરી - 3 અઠવાડીયુ
Smitesh Makwana

ભગવાન નો ખુબ ખુબ આભાર.

અઠવાડિયા માં મને એક નવો સંદેશો મળ્યો. " જીવન હમેશા પાણી જેવું જીવો જે પોતાનો રસ્તો હંમેશા શોધી લે છે. પરંતુ જીવન ક્યારેય પથ્થર જેવું ના જીવવું જોઈએ જે બીજા નો રસ્તો પણ રોકી લે છે."  અઠવાડિયા માં હું ખુબ પોતાના માટે વિચારતો રહ્યો. આત્મ-મંથન કર્યું. આવનારા વર્ષો અને ભવિષ્ય ને લઈને ખુબ ચિંતિત રહ્યો. એવું નથી કે હું મારા ભવિષ્ય માટે સભાન અને જાગ્રત નથી પણ મારે ક્યાં અને કયા રસ્તે જવાનું છે માં ડૂબી જાવ છું. મારી સાથે મારા પરિવાર અને મિત્રો નો સાથ સહકાર છે પણ મને સમજનાર કોઈ નથી કદાચ એટલે હું મૂંઝવણ અનુભવું છું.

મારે ખુબ પૈસા અને માન-સન્માન જોઈએ છે પણ પોતાની ઈચ્છા અને મેહનત થી. સમય નથી વિચારવા માટે. મારે ઘણું બધું હાસિલ કરવાનું બાકી છે. પેહલા પણ શૂન્ય હતો અને આજે પણ શૂન્ય છું. ઈશ્વર મને સાચો રસ્તો બતાવે અને મારો હાથ પકડી ને મારી સાથે ચાલે બસ એજ પ્રાર્થના અઠવાડિયા માટે છે.
 
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.